
શ્વાસ લેવામાં તકલીફ : જ્યારે કિડની ફેલ થાય છે, ત્યારે શરીરમાં પ્રવાહી જમા થઈ શકે છે, જે ફેફસાં સુધી પહોંચે છે. ઊંઘ દરમિયાન તેની અસર વધુ દેખાય છે. ખાસ કરીને સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ એ એક ચેતવણીનો સંકેત છે.

ઊંઘ દરમિયાન વારંવાર સ્નાયુઓમાં ખેંચાણ: ઊંઘ દરમિયાન સ્નાયુઓનું જકડાઈ જવું અથવા અચાનક ધક્કો લાગવો એ ફક્ત થાક ન હોઈ શકે. તે કેલ્શિયમ અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનો સંકેત હોઈ શકે છે, જે કિડની ફેલ્યોરને કારણે થાય છે.

થાક અને ભારે માથું: જો આખી રાતની ઊંઘ પછી પણ, તમે સવારે ઉઠતાની સાથે જ ભારે માથું અનુભવો છો, સતત થાક લાગે અને દિવસભર સુસ્તી રહે તો આ સંકેત તમારી કિડની શરીરમાંથી ઝેરી પદાર્થ દૂર કરવામાં સક્ષમ નથી તેનો છે.