26 જૂને બનશે દુર્લભ કેન્દ્ર યોગ! ગ્રહોની ખાસ સ્થિતિ લાવશે પડકારો, જાણો કોને થશે અસર

26 જૂન 2026ના રોજ સૂર્ય અને નેપ્ચ્યુન વચ્ચે બનનારો કેન્દ્ર યોગ જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓના લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

| Updated on: Jun 23, 2026 | 12:11 PM
1 / 10
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને તેમની પરસ્પર દૃષ્ટિનું વિશેષ મહત્વ છે. 26 જૂન 2026ના રોજ સૂર્ય અને નેપ્ચ્યુન (વરુણ) વચ્ચે લગભગ 90 ડિગ્રીનો સમકોણ રચાવાનો છે. આ સ્થિતિને જ્યોતિષમાં "કેન્દ્ર યોગ" અથવા "સ્ક્વેર એસ્પેક્ટ" તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે બે પ્રભાવશાળી ગ્રહો આ પ્રકારના કોણ પર આવે છે, ત્યારે જીવનના કેટલાક ક્ષેત્રોમાં પડકારજનક પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. (Image Credit Source: Social Media)

2 / 10
સૂર્ય આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, નેતૃત્વ અને જીવનશક્તિનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે નેપ્ચ્યુન કલ્પના, ભાવનાઓ, રહસ્ય અને ભ્રમ સાથે જોડાયેલો ગ્રહ ગણાય છે. આ બંને ગ્રહોની વચ્ચે બનતો સમકોણ વ્યક્તિના વિચારો અને વાસ્તવિકતા વચ્ચે અંતર ઊભું કરી શકે છે, જેના કારણે ગેરસમજ, મૂંઝવણ અથવા ખોટા નિર્ણયો લેવાની સંભાવના વધી શકે છે. (Image Credit Source: Social Media)

3 / 10
મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે કાર્યસ્થળે વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ સર્જાવાની શક્યતા છે. પરિવારના વડીલ સભ્ય અથવા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા પણ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો વધુ યોગ્ય રહેશે. સૂચન- દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું અને શાંતિથી વિચારીને નિર્ણય લેવો. (Image Credit Source: AI Generated)

4 / 10
મિથુન રાશિ: મિથુન રાશિના લોકો કારકિર્દી સંબંધિત મહત્વના મુદ્દાઓમાં અસમંજસ અનુભવી શકે છે. કેટલાક કામો છેલ્લી ઘડીએ અટકી શકે છે અથવા અપેક્ષા મુજબ પરિણામ ન મળી શકે. સૂચન- કોઈપણ પ્રકારનું રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી. (Image Credit Source: AI Generated)

5 / 10
કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો માટે ભાગીદારીના કામોમાં પડકારો ઊભા થઈ શકે છે. દાંપત્ય જીવનમાં નાની ગેરસમજ પણ મોટું સ્વરૂપ લઈ શકે છે જો સમયસર વાતચીત ન કરવામાં આવે. સૂચન- સંબંધોમાં પારદર્શિતા જાળવો અને કોઈપણ બાબતે શંકા રાખવાને બદલે ખુલ્લી ચર્ચા કરો. (Image Credit Source: AI Generated)

6 / 10
ધન રાશિ: ધન રાશિના લોકો માટે ઘરેલું વાતાવરણ થોડું અશાંત રહી શકે છે. મિલકત અથવા પારિવારિક સંપત્તિ સંબંધિત મુદ્દાઓમાં વિવાદ થવાની શક્યતા નકારી શકાય નહીં. સૂચન- મનને શાંત રાખો અને સામાજિક સેવા અથવા દાન જેવા કાર્યોમાં ભાગ લો. (Image Credit Source: AI Generated)

7 / 10
નકારાત્મક અસર ઘટાડવા માટે આ ઉપાય કરી સકો જેમ કે, સૂર્ય ઉપાસના. સૂર્યદેવને તાંબાના પાત્રમાં જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ મજબૂત બનતો હોવાનું માનવામાં આવે છે. આ ઉપાસના માનસિક સ્પષ્ટતા વધારવામાં પણ મદદરૂપ બની શકે છે.

8 / 10
ધ્યાન અને પ્રાણાયામ: નેપ્ચ્યુનનો સંબંધ મન અને લાગણીઓ સાથે માનવામાં આવે છે. તેથી નિયમિત ધ્યાન અને પ્રાણાયામ કરવાથી મનને સ્થિર રાખવામાં મદદ મળી શકે છે.

9 / 10
નાણાકીય બાબતોમાં સાવધાની: 26 જૂનની આસપાસના દિવસોમાં મોટા રોકાણ, લોન, મિલકત ખરીદી અથવા મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.

10 / 10
જ્યોતિષશાસ્ત્ર મુજબ આ પ્રકારના ગ્રહયોગો જીવનમાં સાવધાની રાખવાનો સંકેત આપે છે. જોકે દરેક વ્યક્તિ પર તેની અસર તેમની વ્યક્તિગત જન્મકુંડળી અને અન્ય ગ્રહસ્થિતિઓ પર આધારિત હોઈ શકે છે. તેથી કોઈપણ આગાહીને માર્ગદર્શન તરીકે જોવી અને વ્યવહારિક સમજ સાથે નિર્ણયો લેવા વધુ યોગ્ય માનવામાં આવે છે.

Follow Us