
દિવાળી સમયે કાર કે કોઈપણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ. કેટલીકવાર ફટાકડા અચાનક વાહન પર આવીને પડતા હોય છે, તેવામાં વાહન નિંયત્રણમાં રહેતા નથી અને અકસ્માત થવાનો ભય રહે છે.

દિવાળી જેવા તહેવારોના સમયે તમારા વાહન પર કવર ના લગાવો. ફટાકડાની એક નાની ચિંગારી વાહનના કવર પર પડવાથી આગ લાગવાનો ભય રહે છે. તેથી પ્રયત્ન કરવો કે વાહન યોગ્ય જગ્યાએ પાર્ક થાય.