Karnataka Elections Results 2023: કર્ણાટક ચૂંટણીમાં ચમક્યા મોટા ચહેરા, બોમાઈ, શિવકુમાર, સિદ્ધારમૈયા, મુનિયપ્પા જેવા અગ્રણી નેતાઓની થઈ જીત

|

May 13, 2023 | 8:35 PM

karnataka elections Results 2023 : મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે. શિવકુમાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કે.એચ. મુનિયપ્પા એ અગ્રણી નેતાઓમાં સામેલ છે જેમને શનિવારે ચૂંટણી પંચે વિજયી જાહેર કર્યા હતા.

1 / 7
 ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સત્તા વિરોધી લહેર પર સવાર થઈને, કોંગ્રેસે શનિવારે કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. સાંજે 6 વાગ્યા સુધી જાહેર થયેલા પરિણામો અનુસાર, 224 સભ્યોની વિધાનસભામાં તેણે 123 બેઠકો જીતી છે, જ્યારે તે 13 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો તે લીડિંગ સીટ પણ જીતે છે તો તે 136ના આંકડા સુધી પહોંચી શકે છે.

2 / 7
 કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ શનિવારે હાવેરી જિલ્લાના શિગગાંવ મતવિસ્તારમાંથી તેમના નજીકના હરીફ કોંગ્રેસના યાસિર અહેમદ ખાન પઠાણને 35,341 મતોના માર્જિનથી હરાવીને સતત ચોથી વખત જીત મેળવી હતી.

3 / 7
જનતા દળ (સેક્યુલર)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ચન્નાપટના સીટ પર આગળ ચાલી રહ્યા છે.

4 / 7
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શિવકુમારે તેમના નજીકના હરીફ જેડી(એસ)ના ઉમેદવાર બી.કે. નાગરાજુ 1,22,392 મતોના જંગી માર્જિનથી જ્યારે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્વરાએ કોરાટાગેરે બેઠક 14,347 મતોના માર્જિનથી જીતી હતી.

5 / 7
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાત વખતના સાંસદ મુનિયપ્પાએ દેવનહલ્લી બેઠક જેડી(એસ)ના એન. નારાયણસ્વામી 4,631 મતોથી. મુનિયપ્પા પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા

6 / 7
કુમારસ્વામીના ભાઈ એચ.ડી. રેવન્નાએ હોલેનારસીપુરા સીટ પર 3,152 મતોથી જીત મેળવી હતી. જનતા દળ (સેક્યુલર)ના નેતા સ્વરૂપ પ્રકાશે હાસન સીટ જીતીને ભાજપ પાસેથી સીટ છીનવી લીધી.

7 / 7
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાના પુત્ર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર બી.વાઈ વિજયેન્દ્રએ તેમના નજીકના હરીફ અપક્ષ ઉમેદવાર એસ.પી. નાગરાજને 11,008 મતોથી હરાવ્યા હતા.

Next Photo Gallery