
કર્ણાટક રાજ્ય માટે આજે મહત્વનો દિવસ હતો. આજે 13 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુ થઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. કોંગ્રેસની આ સફળતામાં રાહુલ ગાંધી એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

કર્ણાટકમાં રાહુલ ગાંધી એ જેટલી રેલીઓ કરી તેમાંથી મોટાભાગની સીટ પર કોંગ્રેસની જીત થઈ છે. 16 એપ્રિલ (કોલાર)- ભાજપની જીત, 17 એપ્રિલ (ભાલકી) - કોંગ્રેસની જીત, 17 એપ્રિલ (હુમનાબાદ) - કોંગ્રેસની જીત, 23 એપ્રિલ (વિજયપુરા) - કોંગ્રેસની જીત, 24 એપ્રિલ (હંગલ) - કોંગ્રેસની જીત, 27 એપ્રિલ (ઉદીપી)- ભાજપની જીત.
Published On - 5:36 pm, Sat, 13 May 23