TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Mar 09, 2022 | 9:59 AM
મહિલા દિવસ પર કાજોલે ચાહકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા. આ ચેટ સેશનની વચ્ચે એક ફેને કાજોલને રાની મુખર્જી વિશે સવાલ પૂછ્યો. ફેને પૂછ્યું કે રાની મુખર્જી ઇન્સ્ટાગ્રામ પર કેમ નથી?
જેના પર કાજોલે જવાબ આપ્યો, હું રાનીને ફોન કરીશ, આ ખુબ જ સિરીયસ છે.તમને જણાવી દઈએ કે, કાજોલ અને રાની કઝીન બહેનો છે અને બંને એકબીજાની ખૂબ જ નજીક છે.
જ્યારે એક ચાહકે એ પણ પૂછ્યું કે, તમે તમારી પુત્રીને મહિલા સશક્તિકરણ વિશે શું શીખવો છો ? જેના જવાબમાં કાજોલે કહ્યું, મારે કંઈ શીખવવાની જરૂર નથી. હું પોતે તેની પાસેથી શીખું છું.
તમને જણાવી દઈએ કે, કાજોલની દીકરી ન્યાસા હાલમાં અભ્યાસ કરી રહી છે. તે અન્ય સ્ટાર કિડ્સની જેમ લાઇમલાઇટમાં પણ રહેતી નથી. પરંતુ ચાહકો ન્યાસાને ખૂબ પસંદ કરે છે.
ન્યાસાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ રસ નથી. તે બાકીના સ્ટાર કિડ્સની જેમ બોલિવૂડમાં કામ કરવા માગતી નથી.