Kachchh : કચ્છની ખરડ કલાએ વટાવ્યા સીમાડા, ઘેટા-બકરા અને ઊંટના ઊનમાંથી બનતી આ કલા 700 વર્ષથી પણ જૂની, જુઓ Photos
કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના મેળવી છે, ત્યારે 700 વર્ષથી પણ જૂની ખરડ કલાને આજે પણ કચ્છના કલાકારો દેશ-વિદેશ સુધી પહોંચાડી રહ્યા છે. ખરડ કલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજય સરકાર કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ પણ આપે છે. કચ્છના કુકમા ખાતે રહેતા તેજશીભાઇ ધના મારવાડાના પરિવારે આજે અનેક લોકોને આ કલા શીખવાડીને તેને જીવતદાન આપ્યું છે.