
NDRFની ઘણી ટીમ રાહત અને બચાવ માટે કામ કરી રહી છે. શહેરી વિસ્તારો અને ગામડાઓમાં પાણી ભરાયા બાદ લોકો ફસાયા છે, જેને NDRF ટીમની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

વરસાદ અને પૂરના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ છે. વરસાદના કારણે લોકો અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે. આવી જ એક ઘટના શહેરમાં જોવા મળી હતી જ્યાં ઓટો ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી.

પૂરના પાણીના જોરદાર પ્રવાહને કારણે કાર રમકડાની જેમ રસ્તા પર તરતી જોવા મળી હતી. ઘણી કાર એકબીજા સાથે અથડાઈ અને કેટલીક એક બીજાની ઉપર ચઢી ગઈ હતી.
Published On - 1:48 pm, Sun, 23 July 23