
જુનાગઢમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઘેડ પંથકમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ઘેડમાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે.

ભારે વરસાદને પગલે ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. કાંઠા વિસ્તારના 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઓઝત 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઓઝત નદીનો પાળો તૂટતા જુના કોયલાણા ગામ બેટમાં ફેરવાયુ છે.

નદીનો પાળો તૂટતા આસપાસની 300 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. જમીન ડૂબમાં જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જળબંબાકારની સ્થિત વચ્ચે સુત્રેજ ગામે પાણીમાં ફસાયેલા 2 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું

પંથકમાં પૂરની સ્થિતિ સર્જાયા ઍરફોર્સ અને NDRFની પણ મદદ લેવાઈ રહી છે. SDRF પણ ખડે પગે તૈનાત છે.