ગુજરાતમાં દરેક યાત્રા ધામનું અનોખુ મહત્વ છે. ભવનાથ તળેટી પર હાલમાં ચાલી રહેલી પરિક્રમામાં અનેક ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. તંત્રની ગણતરી અનુસાર આ વર્ષે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે પહોંચ્યા છે. ગત વર્ષના અનુસંધાને 12 લાખથી વધુ ભાવિક ભક્તો અત્યાર સુધી પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે તેવી પણ માહિતી સામે આવી છે. આ સમગ્ર લીલી પરિક્રમાની તસવીરો તમને ઘર બેથા પરિક્રમાના દર્શન કરાવશે.