JRD Tata એ બાળપણમાં જોયુ હતુ હવાઈ સેવા શરુ કરવાનું સ્વપ્ન, સંઘર્ષ કરીને પૂરુ કર્યુ પોતાનું સ્વપ્ન
JRD Tata Birthday : સ્વપ્ન દુનિયાનો દરેક વ્યક્તિ જુએ છે. કઈક બનવાનું કે કઈક કરી બતાવવાનું એવા દરેકના પોતપોતા સ્વપ્ન હોય છે, જેને પૂરુ કરવા માટે તે રોજ મહેનત કરે છે. એક આવુ જ સ્વપ્ન જોયુ હતુ જેઆરડી ટાટાએ.
1 / 5
સ્વપ્ન દુનિયાનો દરેક વ્યક્તિ જુએ છે. કઈક બનવાનું કે કઈક કરી બતાવવાનું એવા દરેકના પોતપોતા સ્વપ્ન હોય છે, જેને પૂરુ કરવા માટે તે રોજ મહેનત કરે છે. એક આવુ જ સ્વપ્ન જોયુ હતુ જેઆરડી ટાટાએ. જેઆરડી ટાટાએ દેશના મહાન ઉધોગપતિમાંથી એક છે. તેમનું સ્વપ્ન દેશના વિકાસ માટેનું હતુ, તેમણે મહેનત અને સંઘર્ષ કરીને સ્વપ્ન પુરુ કર્યુ હતુ. આજે તેમનો 118મો જન્મદિવસ છે. ચાલો જાણીએ તેમના સ્વપ્ન અને સંઘર્ષની વાત.
2 / 5
જેઆરડી એટલે કે જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા. તેમની માતા સૂની ફ્રાન્સની નાગરિક હતી. જેઆરડીનો જન્મ પણ પેરિસમાં થયો હતો અને તેમને ત્યાંની નાગરિકતા મળી હતી. ફ્રાન્સના નાગરિક બનવા માટે સેનામાં 1 વર્ષ ફરજ બજાવવી ફરજિયાત હતી અને જ્યારે તે ત્યાં ભણતા હતા ત્યારે તે ફ્રેન્ચ સેનામાં પણ જોડાયા હતા. તે સેનામાં જ રહેવા માંગતા હતા, પરંતુ પિતા સાથેના મતભેદને કારણે તેમણે સેના છોડવી પડી. આ નિર્ણય તેના માટે સારો સાબિત થયો, કારણ કે, તે જે સેનાની જે રેજિમેન્ટના હતા, તેના તમામ સૈનિકો મોરોક્કોમાં પોસ્ટ થયા પછી માર્યા ગયા હતા.
3 / 5
જેઆરડી ટાટાને બાળપણથી જ વિમાન ઉડાવવાનો શોખ હતો. જ્યારે તે ફ્રાન્સમાં ભણતા હતા, ત્યારે 15 વર્ષની ઉંમરે તેમને પ્લેનમાં ઉડવાની તક મળી હતી. આ અનુભવે તેમનામાં એક નવી ઈચ્છા પૈદા કરી. આ ઈચ્છાને કારણે તેમણે ભારતની પ્રથમ એરલાઇન એર ઇન્ડિયા શરૂ કરવાનું સ્વપ્ન જોયુ. 1929માં તેઓ કોમર્શિયલ પાઈલટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા.
4 / 5
તેઓ ભારતીય ભાષાઓમાં વધુ સારી રીતે લખતા અને બોલતા હતા અને તેમને ભારત દેશ પ્રત્યે ઘણો પ્રેમ હતો. ત્યારે તે પોતાની ફ્રેન્ચ નાગરિકતા છોડીને ભારત પરત ફર્યા હતા. 1932માં જેઆરડીના નેતૃત્વમાં ટાટા એવિએશન સર્વિસ શરૂ થઈ.
5 / 5
જે સમયે ઉડ્ડયન ક્ષેત્રમાં યુરોપીયન કંપનીઓનો દબદબો હતો, તે સમયે જેઆરડીએ ભારતનું નામ આકાશમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાવ્યુ હતું. ટાટા એવિએશન સર્વિસનું નામ પહેલા ટાટા એરલાઈન્સ અને પછી એર ઈન્ડિયા રાખવામાં આવ્યું. જેઆરડીએ બાળપણમાં જે સપનું જોયું હતું, તે તેમણે સાકાર કર્યું. આઝાદી પછી જવાહરલાલ નેહરુ વડાપ્રધાન બન્યા અને પછી 1953માં તેમણે તેનું રાષ્ટ્રીયકરણ કર્યું.