
ફ્રી Jio સિક્કા કમાવવા માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, તમારે ફક્ત એક એપ ડાઉનલોડ કરવી પડશે અને તમે જેટલો એ એપનો ઉપયોગ કરશો તેટલા વધુ ફ્રી સિક્કા તમે કમાઈ શકશો. JioSphere એપ પર ફ્રી કોઈન કમાવવાની શાનદાર તક છે, આ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તમે એપમાં લોગ ઈન કરતાની સાથે જ તમને એક બેનર દેખાવા લાગે છે.

એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, એક એકાઉન્ટ બનાવો, તમે સાઇન અપ કરો કે તરત જ તમને તમારું નામ અને મોબાઇલ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે. તમારા નંબર પર OTP આવશે કે તમે OTP દાખલ કરશો કે તરત જ તમારું એકાઉન્ટ રજીસ્ટર થઈ જશે.

એકાઉન્ટ બનાવ્યા પછી, જો તમે ઇન્ટરનેટ પર કંઈપણ શોધવા માંગતા હો, તો JioSphere બ્રાઉઝરનો ઉપયોગ કરો. આ એટલા માટે છે કારણ કે તમે આ એપનો જેટલો વધુ ઉપયોગ કરશો તેટલા જ તમને રિવોર્ડ તરીકે Jio કોઇન મળશે .ઉલ્લેખનીય છે કે તમને મળેલા ફ્રી Jio Coin એપ્લીકેશનના વોલેટમાં જમા થશે.