Recharge Plan : 50 રુપિયાથી પણ ઓછી કિંમતનો રિચાર્જ પ્લાન ! Jio-Airtel-Vi અને BSNLમાં કોનો પ્લાન બેસ્ટ, જાણો અહીં
કંપની ગ્રાહકોને ડેટા એડ ઓન પ્લાન ઓફર કરે છે. જો તમારે પણ તાત્કાલિક રિચાર્જની જરુર પડે ત્યારે તમે આ રિચાર્જ કરી શકો છો. અહીં તમને 50 રુપિયાથી પણ ઓછી કિંમતના ડેટા એડ ઓન પ્લાન જણાવી રહ્યા છે
1 / 6
ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અલગ-અલગ પ્લાન ઓફર કરે છે. ગ્રાહકોની સુવિધા માટે, કંપનીઓ દરેક શ્રેણીના પ્રીપેડ પ્લાન ઓફર કરે છે, જેથી દરેક વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર રિચાર્જ કરી શકે. જો કે દરેકની જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ઘણીવાર એવું બને કે તમારો રેગ્યુલર પ્લાન પુરો થઈ ગયો હોય અને વધારાના ડેટાની જરુર હોય છે.
2 / 6
ત્યારે કંપની ગ્રાહકોને ડેટા એડ ઓન પ્લાન ઓફર કરે છે. જો તમારે પણ તાત્કાલિક રિચાર્જની જરુર પડે ત્યારે તમે આ રિચાર્જ કરી શકો છો. અહીં તમને 50 રુપિયાથી પણ ઓછી કિંમતના ડેટા એડ ઓન પ્લાન જણાવી રહ્યા છે. ચાલો જાણીએ કોણ કેટલો સસ્તો પ્લાન ઓફ કરી રહ્યું છે.
3 / 6
Jio તેના ગ્રાહકોને 50 રુપિયાથી ઓછી કિંમતના ઘણા બધા પ્લાન ઓફર કરી રહ્યું છે. જેમાં 11 રૂપિયાના પ્લાનમાં 10 GB અનલિમિટેડ ડેટા પણ આપવામાં આવે છે. જોકે તેની વેલિડિટી માત્ર 1 કલાકની છે. બીજો પ્લાન 19 રુપિયાનો છે જેમાં 1 GB ડેટા મળે છે, તેમજ 29 રુપિયામાં 2 GB ડેટા મળી રહ્યા છે. તે બાદ 49 રુપિયામાં 25 GB ડેટા મળે છે પણ માત્ર 1 દિવસ માટે
4 / 6
Airtel પણ તેના ગ્રાહકોનો રુ 50થી ઓછી કિંમતમાં એકથી એક જબરદસ્ત પ્લાન ઓફર કરી રહ્યું છે. જેમાં તમને 22 રુપિયામાં 1 GB ડેટા, 33 રુપિયામાં 2 GB ડેટા, જ્યારે 26 રુપિયામાં 1.5 GB ડેટા મળે છે તેમજ 49 રુપિયામાં અનલિમિટેડ ડેટા મળે છે. પણ આ તમામ ડેટા માત્ર એક દિવસ માટેના છે.
5 / 6
Viના પણ 50 રુપિયાથી ઓછી કિંમતમાં જબરદસ્ત ડેટા એડ ઓન પ્લાન ઓફર કરી રહ્યું છેય જેમાં 22 રુપિયામાં 1 GB ડેટા, 33 રુપિયામાં 2 GB ડેટા, 26 રુપિયામાં 1.5 GB ડેટા મળી રહ્યા છે તેમજ 49 રુપિયામા 20 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે. આ પ્લાન પણ 1 દિવસ માટેના જ એડ ઓન પ્લાન છે.
6 / 6
BSNL પણ તેના ગ્રાહકોને સસ્તા પ્લાન ઓફર કરવા માટે જાણીતુ છે. ત્યારે આ કંપની ગ્રાહકોને 16 રુપિયામાં 2 GB ડેટા, 18 રુપિયામાં 1 gb ડેટા ઓફર કરી રહ્યું છે આ પ્લાન પણ 1 દિવસ માટે જ આપવામાં આવે છે.
Published On - 12:57 pm, Sun, 22 December 24