Recharge Plan : 150 રૂપિયાથી ઓછી કિંમતનો જબરદસ્ત પ્લાન ઓફર કરી રહ્યું છે Jio-Airtel-Vi અને BSNL ! જાણો અહીં
ફોનનો ઉપયોગ કરતા તમામ લોકો ચોક્કસપણે તેમના મોબાઇલ રિચાર્જ કરાવે છે. આવી સ્થિતિમાં, જો તમે વધુ પૈસા ખર્ચવા નથી માંગતા, તો ટેલિકોમ કંપનીઓ તમારા માટે 150 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન લાવી છે.
1 / 8
મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા તમામ લોકો ચોક્કસપણે તેમના મોબાઇલ રિચાર્જ કરાવે છે. આવી સ્થિતિમાં, જો તમે વધુ પૈસા ખર્ચવા નથી માંગતા, તો ટેલિકોમ કંપનીઓ તમારા માટે 150 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન લાવી છે.
2 / 8
જેમ આપણે જાણીએ છીએ કે ત્રણેય ઓપરેટર્સ એરટેલ, જિયો અને Vi (વોડાફોન) એ તમામ રિચાર્જ પ્લાનની કિંમતોમાં લગભગ 20% વધારો કર્યો છે. આ સાથે કંપનીઓએ નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ રજૂ કર્યા છે. જેમાં 150 રુપિયાથી પણ ઓછી કિંમતનો પ્લાન સામેલ છે ચાલો જાણીએ.
3 / 8
Jio તેના ગ્રાહકો માટે અનેક પ્રીપેડ રિચાર્જ પ્લાન લાવતું રહે છે. આ સૂચિમાં 150 રુપિયાથી ઓછી કિંમતના 2 પ્લાન છે પહેલો પ્લાન રુ139 છે જેમાં અનલિમિડેટ 12 gb ડેટા મળે છે આ પ્લાનમાં કોલિંગ અને અન્ય કોઈ લાભ નથી.
4 / 8
આ સાથે બીજો એક પ્લાન છે જેની કિંમત 122રુપિયા છે આ પ્લાન તે યુઝર્સ માટે છે જેમને કોલિંગની વધારે જરુર રહેતી હોય આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે સાથે 11 gb ડેટા પણ આપવામાં આવે છે જેમાં રોજ તમે 500 mb ડેટાનો ઉપયોગ કરી શકો છો.
5 / 8
તમને જણાવી દઈએ કે એરટેલ તમને આ પ્રાઇસ સેગમેન્ટમાં કોઈ એવો પ્લાન આપતુ નથી જેમાં કોલિંગ અને ડેટા મળી રહે છે પણ તેમ છત્તા એક પ્લાન છે જે માત્ર 121 રુપિયાનો છે જેમાં તમને 6 gb ડેટા મળશે તે પણ 30 દિવસની વેલિડિટી સાથે.
6 / 8
Vodafone Idea 150 રૂપિયા હેઠળના 2 પ્લાન લાવે છે. જેમાં એક પ્લાન 145 રુપિયાનો છે. આ પ્લાનમાં યુઝર્સને 1 GB ડેટા મળે છે. આ પ્લાન તે લોકો માટે છે જેમને ઈન્ટરનેટની વધારે જરુર નથી હોતી. તેમજ આ પ્લાન તમને 28 દિવસની વેલિડિટી સાથે મળે છે.
7 / 8
Vodafone Ideaનો બીજો પણ એક પ્લાન છે જેની કિંમત 154 રુપિયા છે આ પ્લાનમાં તમને 2 GB ડેટા આપવામાં આવે છે આ સાથે અન્ય ઘણી બધી ચેનલનું સબસ્ક્રીપ્શન મળે છે.
8 / 8
BSNLના આ ડેટા પેક પર તમે અમર્યાદિત સ્થાનિક અને STD કોલકરી શકો છો. આ ઉપરાંત, આ પ્લાનમાં તમને દર મહિને 10GB ડેટા મળશે, અને BSNL ટ્યુન્સ પણ મળશે, જેના દ્વારા તમે કોઈપણ વધારાના ખર્ચ વિના તમારી કોલર ટ્યુન સેટ કરી શકો છો. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો ₹147નો આ પ્લાન છે આ પ્લાન માટે માત્ર પર ડે ₹4.90નો ખર્ચો થશે.
Published On - 2:58 pm, Thu, 19 December 24