યુરોપના વૃક્ષો પર લટકી રહ્યા છે માણસના કાન, જાણો પૂરેપૂરી હકીકત

|

Jul 02, 2022 | 7:44 PM

Jelly Ear: યુરોપના કેટલાક સ્થળોએ વૃક્ષો પર ઈયર ઓન ટ્રી જેવી રચનાઓ લટકી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટોઝ ખુબ શેયર થઈ રહ્યા છે.

1 / 5
યુરોપના કેટલાક સ્થળોએ વૃક્ષો પર ઈયર ઓન ટ્રી જેવી રચનાઓ લટકી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટોઝ ખુબ શેર થઈ રહ્યા છે.તો શું વૃક્ષો પર માણસના કાન લટકતા હોવાની વાત સાચી છે ?
ચાલો જાણીએ તેની હકીકત..

યુરોપના કેટલાક સ્થળોએ વૃક્ષો પર ઈયર ઓન ટ્રી જેવી રચનાઓ લટકી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટોઝ ખુબ શેર થઈ રહ્યા છે.તો શું વૃક્ષો પર માણસના કાન લટકતા હોવાની વાત સાચી છે ? ચાલો જાણીએ તેની હકીકત..

2 / 5
આ ફોટોઝ સાચા જ છે , યુરોપમાં આવી રચનાઓ જોવા મળી છે. તે વાસ્તવમાં એક ફૂગ છે, જેને સામાન્ય ભાષામાં જેલી ઈયર કહેવામાં આવે છે. જેમ જેમ તે વધે છે તેમ તેમ તેની રચના માનવ કાનની જેમ બદલાય છે. એટલે જ જ્યારે દૂરથી જોવામાં આવે છે, ત્યારે એવું લાગે છે કે જાણે માનવ કાન વૃક્ષો સાથે ચોંટી ગયા હોય.

3 / 5
આ ફૂગનું વૈજ્ઞાનિક નામ Auricularia auricula-judae છે. જે સમગ્ર યુરોપમાં વૃક્ષની છાલ પર ઉગે છે.આ ફૂગનો નવો પ્રકાર નથી. 19મી સદીથી તેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે.

4 / 5
જેલી ઈયરનો ઉપયોગ આંખના દુખાવા, ગળામાં દુખાવો અને કમળા માટે થતો હતો. રિપોર્ટ અનુસાર, તેની શરૂઆત ચીન અને પૂર્વ એશિયાથી થઈ હતી, પરંતુ ધીમે-ધીમે તે યુરોપ પહોંચી ગઈ.

5 / 5
જ્યારે હવામાન બદલાય છે ત્યારે આ ફૂગ પણ એ જ રીતે પોતાની જાતને બદલે છે. બધા સમાન રંગના હોતા નથી. તે લાલ, ભૂરા અને જાંબલી રંગના હોઈ શકે છે. આમાંની મોટાભાગની ફૂગ સિકેમોરના ઝાડ પર ઉગે છે.

Published On - 7:44 pm, Sat, 2 July 22

Next Photo Gallery