
હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની વાત કરીએ તો જસદણમાં આશરે ૨૫૦ થી વધુ કારખાના હેન્ડીક્રાફ્ટના છે એક કંપનીમાં ૫૦ થી વધુ લોકોને રોજગારી મળે છે આશરે 4 હજાર લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે.

જસદણના હેન્ડી ક્રાફટની બોલબાલા દેશમાં જ નહીં વિદેશોમાં પણ છે. એક કંપનીમાં આશરે ૧૫૦ જેટલી હેન્ડી ક્રાફટની વસ્તુઓ બને છે. ખરીદવા માટે ભારત ઉપરાંત વિદેશમાંથી પણ વેપારીઓ અહીં આવે છે અને વિદેશોમાં પણ આ વસ્તુનો ક્રેઝ જોવા મળે છે અને વેચાય છે

જસદણમાં આશરે ૫૦ થી ૬૦ વર્ષ જુનો આ વ્યવસાય ધરાવે છે અને જસદણના આજુબાજુના ગામોમાંથી કારીગરો અહીં પોતાની કળા સાથે રોજગારી મેળવી રહ્યા છે

અહીંની પ્રખ્યાત વસ્તુઓની જો વાત કરવામાં આવે જેમકે પૂજા માટેના બાજોટ, પૂજા બોક્સ, જ્વેલરી બોક્સ, ડ્રાય ફુટ બોક્સ, ફોટો ફ્રેમ ,લગ્ન બાજોટ જેવી વસ્તુઓની ડિમાન્ડ જસદણ પંથકમાં જોવા મળે છે

વિદેશોમાં એક્સપોર્ટની વાત કરીએ તો 15 થી વધુ દેશોમાં આ વસ્તુઓ એક્સપોર્ટ થઈ રહી છે જેમાં અમેરિકા, સ્પેન, લંડન, આફ્રિકા, રશિયા, દુબઈ, જર્મની જેવા દેશોનો સમાવેશ થાય છે