
આ ચૉપસ્ટિક્સ ખાસ કરીને લોકોના આહારમાંથી મીઠું ઘટાડવાનો પ્રયાસ કરશે. કારણ કે મોટાભાગના દેશોના ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધુ છે. ખાસ કરીને એશિયન ફૂડમાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દૈનિક આહારમાં મીઠાની માત્રા 5 ગ્રામથી વધુ ન હોવી જોઈએ. જ્યારે જાપાનમાં, સરેરાશ લોકો દરરોજ 10 ગ્રામ મીઠું ખાય છે.

ક્ષારની વધુ માત્રા શરીરમાં પહોંચવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. ઉદાહરણ તરીકે- હૃદય અને કિડની, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા, ઑસ્ટિયોપોરોસિસ, પેટનું કેન્સર વગેરે. સંશોધક કિરીન કહે છે કે, આ રોગોના જોખમને ઘટાડવા માટે આહારમાં મીઠું ઓછું કરવું જરૂરી છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક ચોપસ્ટિક્સ મદદરૂપ સાબિત થઈ શકે છે. તેને આવતા વર્ષ સુધીમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.