
કચ્છ અને મોરબીને જોડતો માર્ગ હોવાથી દૈનિક હજારોની સંખ્યામાં વાહનો પ્રસાર થાય છે. મોટો ટ્રક ટેલર સહીતના વાહનો આ માર્ગનો ઉપયોગ કરે છે.જોડીયાથી જીલ્લા મથક જામનગરમાં અવર-નવાર લોકો અવર-જવર કરતા હોય છે.મુખ્ય માર્ગમાં આવેલા પુલ જોખમી હાલતમાં છે.

જાંબુડાના પાટીયાથી જોડીયા કોસ્ટલ હાઈવે પર આવેલા પુલની હાલતથી તંત્ર પણ અજાણ નથી.32 કિમીના આ માર્ગને 6 મીટર માંથી 10 મીટર કરવાની વહીવટી મંજુરી આપવામાં આવી છે.જેની સાથે માર્ગમાં આવતા 9 જેટલા પુલને નવા બનાવવામાં આવશે.જે માટે વહીવટી મંજુરી મળી છે. ટુંક સમયમાં પુલને નવા બનાવવા માટેની કાર્યવાહી થશે. અંદાજે 72 કરોડના ખર્ચે રોડને પહોળો કરીને નવા પુલ બનાવવામાં આવશે. વર્ષો પહેલા બનેલા પુલ હાલ જર્જરીત હાલતમાં છે. જેને રીપેરીંગ કરવાનુ આયોજન તો થયુ છે. પુલ પડે તે પહેલા નવા પુલ બને તેવી માંગ ઉઠી છે.