
યુવાન પુત્ર સેલ્ફી લેવા જતા પગ લગસતા પાણીમાં ગરકાવ થયો હતો. જેને બચવવા પિતા પણ ડેમમાં કુદકો મારતા બંન્નેના ડુબી જવાથી મોત થયા હતા. ફાયરની રેસ્કયુ ટીમને જાણ કરાત બંન્નેની શોધખાળ કરવામાં આવી હતી. કલાક બાદ બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.

જામનગરમાં એક દિવસમાં ડુબી જતાં 5 વ્યકિતના મોત થતા છે. જેમાં રણજીતસાગર ડેમમાં પિતા-પુત્રના ડુબી જવાથી મોત થયા છે. તો ગુલાબનગરમાં કેનાલમાં બે કિશોર કેનાલમાં પડી જતા એકને બચાવી લેવાયો. જયારે એકનુ મોત થયુ છે.