
આ એસોસિએશન દ્વારા આશરે 500થી વધુ પાંજરાઓ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આપવામાં આવ્યા. ટપક સિંચાઈ પધ્ધતિથી વૃક્ષોને પાણી આપવામાં આવે છે. તેમજ જાહેર માર્ગો પર રહેલા વૃક્ષોને પાણી મળી રહે તે માટે કારખાનેદારે ગાડી સંસ્થાને ભેટ કરી છે.

12 હજારથી વધુ વૃક્ષોના જતન કરીને વન તૈયાર કરવા માટે સંસ્થાના કન્વીનર જયેશ કથિરીયા અને તુલસી મુંગરાએ દિવસનો મોટાભાગનો સમય ફાળવીને સેવા બજાવે છે. સાથે આ અભિયાનમાં વનવિભાગ, પંચકોષી બી ડીવિઝન પોલીસની ટીમ અને કારખાનેદારો સહભાગી બની છે.