
ગણેશ ઉત્સવ દરમિયાન ત્યાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનુ હોવાથી તે જગ્યા વૃક્ષો માટે કામગીરી થવા દેવામાં આવી નથી. વૃક્ષોના ઉછેર માટે આયોજન થાય, કિંમતી જમીન પણ ફાળવવામાં આવે પરંતુ વર્ષો બાદ પણ વૃક્ષો વાવ્યા નથી.

8065 સ્કવેર મીટર જગ્યાવાળો પ્લોટ સંસ્થાને વૃક્ષોના વાવેતર અને ઉછેર તેમજ જાળવણી માટે સોપવામાં આવ્યો. જે માટે મંજુરી 2019માં આપવામાં આવી, પરંતુ બાદ પ્લોટ સંસ્થાને સોંપવામાં 4 વર્ષનો સમય વિતાવ્યો. હાલ થોડા સમય પહેલા પ્લોટ આપ્યો, પરંતુ ગણેશ વિસર્જન માટે આ જગ્યાનો ઉપયોગ કરવાનો હોવાથી ફરી બગીચા માટેની કામગીરી પર રોક લગાવી.

ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનુ હોવાથી બગીચા માટે કૃત્રિમ સંકટ તંત્રે મુક્યુ. તેથી વર્ષોથી કાગળ પર બાગ-બગીચા માટે આયોજન તો થયુ પરંતુ વાસ્તવમાં પર્યાવરણ માટે તે કામગીરી થઈ નહી.