
સાયકલથી 8 રાજયમાં પ્રવાસમાં સૌથી વધુ પ્રેમ, આદર, સત્કાર, મહેમાનગતિ,માન સન્માન ગુજરાતમાં મળ્યુ છે. ગુજરાતના લોકો વધુ માયાળુ હોવાનું ગોવિંદ નંદાણિયાએ જણાવ્યુ છે. આ સાથે પ્રવાસ દરમિયાન જમ્મુ કાશ્મીર અને લદાખ વિસ્તારમાં સુરક્ષા એજન્સીના જવાનોએ ખુબ સહકાર અને મદદરૂપ થયા હતા.

સાયકલ સાથે દૈનિક 10 કલાકનો અને સરેરાશ 100થી 120 કિમીનો પ્રવાસ કરતા. 116 દિવસમાં બે ટાયર, 6 પેન્ડલ બદલવવા પડયા અને 5 વખત સાયકલને રીપેર કરી હતી. કેટલાક વિસ્તારમાં ચાલીને પ્રવાસ પુર્ણ કર્યો. દિવસના અજવાળે જ પ્રવાસ કરતા હતા. 15 ઓગષ્ટે કારગીલ વોર મેમોરીયલમાં જવાનો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.