
દર વર્ષે મોટી સંખ્યામાં તમિલનાડુથી વેપારી હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે આવે છે. છેલ્લા 7 વર્ષથી તમિલનાડુથી વેપારીઓ મગફળીની ખરીદી માટે આવે છે. તમિલનાડુમાં વાવેતર માટે સૌરાષ્ટ્રની મગફળીની ખરીદી કરે છે. સૌરાષ્ટ્રની મગફળીની તમિલનાડુમાં માંગ વધતા ભાવમાં ઉછાળો છે. આ વર્ષે તમિલનાડુથી 25 વેપારીઓ મગફળીની ખરીદી માટે આવ્યા છે. હાપા યાર્ડમાં વેપારીઓની સંખ્યા વધુ અને તમિલનાડુથી આવેલા વેપારીઓના કારણે મગફળીના ભાવ સારા મળે છે. ખેડુતો અન્ય તાલુકા અને જીલ્લામાંથી અહી મગફળીના વેચાણ માટે આવે છે. જયારે મગફળીની આવક શરૂ થવાની હોય ત્યારે રાત્રીથી વાહન સાથે યાર્ડે પહોચી જાય છે.

તમિલનાડુથી આવેલા વેપારીઓ દ્રારા મગફળીની વધુ ખરીદી કરાતા ખેડુતોને સારા ભાવ મળે છે. એક મણના ભાવ રૂ.1200થી 2200 સુધીનો મગફળીના ભાવ ખેડુતોને મળે છે. સારી મગફળીના ભાવ ખેડુતોને સારા મળે છે. તેથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો અન્ય જીલ્લામાંથી મગફળીના વેચાણમાં આવે છે.