જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર 12 અને અંડર 14 ટીમનું દિલ્હી- જયપુરમાં શાનદાર પ્રદર્શન- જુઓ તસ્વીરો

|

Nov 30, 2023 | 11:00 PM

જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર 12 અને અંડર 14ની ટીમોએ તાજેતરમાં દિલ્હી અને જયપુર ખાતે અનુક્રમે 5 અને ત્રણ મેચની 30-30 ઓવરની મેચની શૃંખલા રમીને ઓલ રાઉન્ડ પરફોર્મેન્સ સાથે સિરિઝોમાં જીત મેળવી છે.

1 / 6
જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર 12 અને અંડર 14ની તાજતરમાં દિલ્હીમાં 5 અને જયપુરમાં ત્રણ મેચની શૃંખલાનું આયોજન કરાયુ હતુ.

2 / 6
અન્ડર 14ની ટીમે જયપુરની મેચમાં એસ.એચ. એસ ક્લબ સાથેની 3 મેચની સિરિઝ મિતરાજ જાડેજાની કેપ્ટન્સીમાં રમી હતી. જેમા જામનગરની અંડર 14ની ટીમે 2 મેચ જીતીને સિરીઝ અંકે કરી હતી.

3 / 6
ટીમે તારીખ 24 થી 28 નવેમ્બર દરમિયાન જયપુરમાં ત્રણ મેચની સિરિઝમાં વીર દુધાગરાએ નોંધપાત્ર 85 રન કર્યા જ્યારે બોલર દિવ્યેશ ગહેડિયાએ 6 વિકેટ લીધી. જો કે આ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ.  અંડર 14ની ટીમમાં યશ જોષીએ મેનેજર તરીકે સેવા આપી હતી.

4 / 6
અંડર 12ની ટીમે દિલ્હીની યુ.એસ.સી.એ. ક્લબ સાથે પાંચ મેચની સિરિઝ રમીને ત્રણ મેચ જીતી હતી. તારીખ 23 થી 27 નવેમ્બર દરમિયાન અંડર 12 ટીમે દિલ્હીનો પ્રવાસ કર્યો. અંડર 12ની ટીમ સાથે મેનેજર તરીકે કરણ આચાર્ય અને દુષ્યંત રાઠોડે સેવા આપી.

5 / 6
5 જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર ટીમોએ આંતરરાજ્ય ક્લબ મેચોની સિરીઝમાં જામ રણજીની ક્રિકેટ ભૂમિનું કૌવત દેખાડ્યું હતું. જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ મહેન્દ્ર ચૌહાણ પાસે ક્રિકેટની કોચીંગ મેળવે છે.

6 / 6
કેપ્ટન વંશ રાજેન્દ્ર સોલંકી જેને બેસ્ટ બેસ્ટમેન ઓફ ધ સીરીઝનો મેમેન્ટો મળ્યો. કેપ્ટન વંશ રાજેન્દ્ર સોલંકીએ ઓલ રાઉન્ડ પર્ફોર્મન્સ કરીને 223 રન કર્યા હતા. તેમજ આઠ વિકેટો ઝડપી હતી. બેટ્સમેન હસિત ગણાત્રાએ બે સદી ફટકારવા સાથે પાંચ મેચમાં કુલ 406 રન કર્યા હતા. મેચ ઓફ ધ સીરીઝનો મેમેન્ટો મળ્યો.  શોર્યદિપ સુનિલ બીહોલાએ બેસ્ટ બોલર તરીકે મેમેન્ટ મેળવ્યો. કુલ 5 મેચમાં 7 વિકેટ મેળવી સારી બોલિંગ કરી. જ્યારે મહર્ષિ દિવ્યેશ વાયડાએ બેસ્ટ ફિલ્ડર ઓફ ધ સિરિઝનો મેમેન્ટ મેળવ્યો. પાંચેય મેચમાં રન રોકવામાં મહર્ષિ સફળ રહ્યો. અનેક ખેલાડીઓને રન આઉટ કરવામાં સફળતા મેળવી.

Published On - 10:03 pm, Thu, 30 November 23

Next Photo Gallery