Jamnagar : ચોમાસુ કેવુ રહેશે તે જાણવા આ ગામમા વર્ષોથી ચાલે છે આ પરંપરા, જુઓ PHOTOS

|

Jun 19, 2023 | 9:18 PM

દેશમાં જ્યારે ટેલનોલોજી ન હતી ત્યારે વરસાદ અંગે લોકો અનેક રીતે અનુમાન લગાવતા હતા. હજી પણ અનેક ગામડાઓમાં આવી કેટલીક પરંપરાઓ જીવંત છે. જામનગરના આમરા ગામમાં લોકો પરંપરાગત રીતે અષાઢના પ્રથમ સોમવારે કુવામાં રોટલો મુકીને વરસાદની આગાહી કરવામાં આવે છે.

1 / 6
ટેલનોલોજી અસ્તિત્વમાં ન હતી ત્યારે વરસાદ અંગે લોકો વિવિધ રીતે અનુમાન કરતા, અનેક ગામડાઓમાં આવી કેટલીક પરંપરાઓ હજી પણ જીવંત છે. જામનગરના આમરા ગામમાં લોકો પરંપરાગત રીતે અષાઢના પ્રથમ સોમવારે કુવામાં રોટલો મુકીને રોટલા જે દિશામાં પડે તેનાથી વરસાદની આગાહી કરતા હોય છે.

2 / 6
આજે ટેકનોલોજીનો યુગમાં હવામાન ખાતા આગાહી કરતા હોય છે. પરંતુ કેટલાક વિસ્તરાોમાં લોકો આ પ્રકારની પરંપરાને વધુ માનતા હોય છે. ખાસ કરીને ચોમાસું કેવું રહેશ તેના માટે હવામાન ખાતા દ્રારા ભલે આગાહીઓ થતી હોય પરંતુ, ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પધ્ધતિઓથી વરસાદના વરતારો નક્કી કરવામા આ

3 / 6
જામનગર નજીક આવેલા આમરા ગામના ખેડૂતો આજે પણ એક પરંપરાગત રીતથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. અહીં ગામમાં આવેલા એક કુવામા બે રોટલાઓ ફેંકી રોટલા જે દિશામાં જાય તેના પરથી વર્ષ કેવું રહેશે તે નક્કી થાય છે.

4 / 6
જામનગર નજીક આવેલા આમરા ગામે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ રીતે ગામલોકો એકઠા થઈ જાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કંઈ પણ આગાહીઓ કરતું હોય પરંતુ, આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે.

5 / 6
ગામલોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે. ત્યારબાદ રોટલા તૈયાર કરી ગામલોકો વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જયાં જે વ્યકિત રોટલાને કુવામા પધરાવવાનો હોય તે વ્યકિતને સ્નાન કરાવવામા આવે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કુવામા પધરાવવામા આવે છે.

6 / 6
રોટલા કુવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલોનું માનીએ તો જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વર્ષ સારૂ રહે છે અને આથમણી દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. લોકો રોટલાના વરતારો વિશે જાણવા મોટી સંખ્યામાં એકઠા થાય છે.

Next Photo Gallery