જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મળ્યા સૌથી વધુ વોટ, છતાં કેમ ના મળી બહુમતી ? જાણો કારણ
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકોનું પરિણામ આવી ગયું છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને 48 બેઠકો સાથે બહુમતી મળી છે. નેશનલ કોન્ફરન્સને 42 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 6 બેઠકો મળી છે. તો ભાજપની 29 બેઠકો પર જીત થઈ છે. તો મહેબૂબા મુફ્તીની PDPને માત્ર 3 બેઠકો મળી છે.
1 / 5
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકોનું પરિણામ આવી ગયું છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી છે. નેશનલ કોન્ફરન્સને 42 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 6 બેઠકો મળી છે. તો ભાજપની 29 બેઠકો પર જીત થઈ છે. તો મહેબૂબા મુફ્તીની PDPને માત્ર 3 બેઠકો મળી છે.
2 / 5
ભાજપે તેની તમામ 29 બેઠકો જમ્મુમાં જ જીતી છે. તેને કાશ્મીરમાં એટલે કે ઘાટીમાં એક પણ બેઠક મળી નથી. 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેની તમામ 25 બેઠકો જમ્મુમાં જ જીતી હતી. કાશ્મીરમાં તેને એક પણ બેઠક મળી નહોતી.
3 / 5
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વોટ શેરની વાત કરીએ તો, ભાજપને સૌથી વધુ 25.64 ટકા વોટ મળ્યા છે, ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKN) પાર્ટી છે, જેને 23.43 ટકા મત મળ્યા છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને સૌથી વધુ 22.98 ટકા વોટ મળ્યા હતા. જ્યારે JKNને 20.77 ટકા અને PDPને 22.67 ટકા વોટ મળ્યા હતા.
4 / 5
જમ્મુ-કાશ્મીરમાં તેના પ્રથમ મુખ્યમંત્રી બનવા માટે ભાજપને એકલા જમ્મુમાં ઓછામાં ઓછી 30થી 35 બેઠકો જીતવી જરૂરી હતી. જ્યારે ઘાટીમાં પણ સારા પ્રદર્શનની જરૂર હતી.
5 / 5
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે 87 બેઠકોમાંથી PDPને 28, ભાજપને 25, નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. ભાજપ અને PDPએ મળીને સરકાર બનાવી હતી. પરંતુ 19 જૂન, 2018ના રોજ આ ગઠબંધન તૂટ્યું અને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયું. હાલમાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.