
યુનાઈટેડ પંજાબ પાસે સૌથી વધુ સંખ્યામાં બ્રિટિશ વસાહતો હતી. અહીંના ખેડૂતો, મજૂરોએ પણ મોટા પાયે અંગ્રેજ શાસનનું દમન જોયું હતુ. અંગ્રેજો પંજાબમાં બનેલી રેલ્વે લાઈનો અને રસ્તાઓને તેમના વિકાસ કાર્યો તરીકે ઓળખતા હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડે સમગ્ર દેશમાં અંગ્રેજ શાસન માટે વિદ્રોહનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ પછી જ દેશભરમાં આઝાદીની ચળવળની લડત ઉગ્ર બની.

13મી એપ્રિલ 1919ના રોજ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં હજારો લોકો એકઠા થયા હતા. જે બે રાષ્ટ્રીય નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ અને રોલેટ એક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન અત્યાચારી જનરલ ડાયરે અંધાધૂધ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.આ હત્યાકાંડમાં 1,000 થી વધુ લોકો શહીદ થયા અને 1500 થીવધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવે છે.