
બલરામજીના રથને તાલધ્વજ તરીકે ઓખવામાં આવે છે. આ રથ 13.2 મીટર ઊંચો અને 14 પૈડાં વાળો હોય છે. આ રથ લાલ, લીલા રંગના કપડા તથા લાકડાના 763 ટુકડાથી બનેલો હોય છે. રથના ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. આ રથમા રક્ષક વાસુદેવ અને સારથી મતાલી હોય છે. ઘોરા, ત્રિબ્રા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેના અશ્વ હોય છે. જે દોરડાથી આ રથ ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.

બહેન સુભદ્રાના રથને પદ્મધ્વજ કહેવામાં આવે છે. 12 પૈડાં વાળું આ રથ 12.9 મીટર ઊંચો હોય છે. તેમાં લાલ, કાળા કપડા અને લાકડાના 593 ટુકડાનો ઉપયોગ થાય છે. આ રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે. આ રથના ધ્વજને નંદબિક કહેવામાં આવે છે. આ રથના અશ્વનું નામ રોચિક, મોચિક, જિતા અને અપરાજિતા છે. આ રથના દોરડાને સ્વર્ણચૂડા કહેવાય છે.

જગન્નાથજીના રથને ગરુડધ્વજ, કપિલધ્વજ કહેવામાં આવે છે. 16 પૈડાંવાળા આ રથની ઊંચાઈ 13.5 મીટર હોય છે. આ રથમાં લાલ-પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. વિષ્ણુના વાહક ગરુડ આ રથની રક્ષા કરે છે. આ રથના ધ્વજને નંદીઘોષ અને ત્રૈલોક્યમોહિની પણ કહેવામાં આવે છે.