
જેકલીન ફર્નાન્ડીઝ થોડા દિવસોથી કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથેના તેના સંપર્કને કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જેકલીનના સુકેશ સાથેના અંગત ફોટા વાયરલ થયા હતા.

આ તસવીરો વાયરલ થયા બાદ જેકલીને પોતે સોશિયલ મીડિયા પર બધાને વિનંતી કરી હતી કે કૃપા કરીને તેના ફોટા વાયરલ ન કરે.

આ તમામ બાબતો બાદ હવે જેકલીને પોતાનો પહેલો ફોટો શેર કર્યો છે. જેક્લીને આ ફોટો પ્રશંસકોને ગણતંત્ર દિવસના અવસર પર અભિનંદન પાઠવતા શેર કર્યો છે. ફોટો શેર કરતા જેક્લીને લખ્યું, હેપ્પી રિપબ્લિક ડે ઈન્ડિયા.

જેકલીનની આ પોસ્ટ પર તેના ફેન્સથી લઈને સેલેબ્સ સુધી દરેક તેને સોશિયલ મીડિયા પર પરત ફરવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

જેકલીનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હવે અટૈક, બચ્ચન પાંડે, સર્કસ અને રામ સેતુ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે.