ITR Filing: છેલ્લા દિવસે એક કલાકમાં 4.7 લાખથી વધુ રિટર્ન ફાઈલ થયા, આવતીકાલથી રિટર્ન ભરવા પર લાગશે દંડ

|

Jul 31, 2022 | 10:41 PM

છેલ્લા એક કલાકમાં 4,73,228 ટેક્સ રિટર્ન ફાઈલ થયા છે. છેલ્લા એક મહિનાથી ટેક્સ ડિપાર્ટમેન્ટ લોકોને મેસેજ અને મેઈલ મોકલીને રિટર્ન ફાઈલ કરવા અપીલ કરી રહ્યું છે, જેથી કરીને દંડથી બચી શકાય.

1 / 5
આવકવેરા રિટર્ન ફાઈલ (Income Tax Return) કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 4 વાગ્યા સુધી છેલ્લા એક દિવસમાં લગભગ 34 લાખ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આ આંકડો પગાર મેળવતા લોકોનો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવી રહ્યું છે. જેમના ખાતાઓ ઓડિટ કરવાના નથી, તેમના માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ત્યાર બાદ પાછળથી દંડ ભરવો પડશે.

2 / 5
આવકવેરા વિભાગે જણાવ્યું કે શનિવાર 30 જુલાઈ સુધી 5.10 કરોડ કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. રવિવાર સુધીના આંકડા જાહેર કરતા ટેક્સ વિભાગે જણાવ્યું કે, છેલ્લા દિવસે સાંજે 4 વાગ્યા સુધી 33,73,975 રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક કલાકમાં 4,73,228 ટેક્સ રિટર્ન ફાઈલ થયા છે. છેલ્લા એક મહિનાથી ટેક્સ ડિપાર્ટમેન્ટ લોકોને મેસેજ અને મેઈલ મોકલીને રિટર્ન ફાઈલ કરવા અપીલ કરી રહ્યું છે, જેથી કરીને દંડથી બચી શકાય.

3 / 5
જો ટેક્સ ફાઈલિંગમાં કોઈ મદદની જરૂર હોય તો વિભાગે orm@cpc.incometax.gov.in પર તમારા પ્રશ્નો આપવા અથવા ફોન નંબર 18001030024 અને 18004190025 પર કૉલ કરવા જણાવ્યું છે. ઈમેઈલ આઈડી પર પત્ર લખીને અથવા ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. લોકોને મદદ મળી રહે તે માટે ટોલ ફ્રી નંબર 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે.

4 / 5
ટેક્સ કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય અને તે એસેસમેન્ટ વર્ષમાં 31 ડિસેમ્બર પછી ITR ફાઈલ કરે છે તો તેને 5,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. જેમની વાર્ષિક આવક રૂ. 5 લાખથી ઓછી છે અને તેઓ મોડેથી રિટર્ન ફાઈલ કરે છે તેમને રૂ. 1,000નો દંડ ભરવો પડશે. દંડથી બચવાનો એકમાત્ર રસ્તો સમયસર રિટર્ન ફાઈલ કરવાનો છે.

5 / 5
જેમની પાસે ટેક્સ બાકી છે અને રિટર્ન મોડું ફાઈલ કરે છે, તેમણે બાકી ટેક્સ પર 1%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ રકમ દંડ ઉપરાંતની હશે. જેમની આવક કરપાત્ર મર્યાદા કરતાં ઓછી છે, તેમણે દંડ ભરવાની જરૂર રહેશે નહીં. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર જે કરદાતાઓના મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલ નથી, તેઓ ઈન્ટરનેટ બેન્કિંગમાં લોગઈન કરીને અથવા માન્ય ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નવો પાસવર્ડ દાખલ કરી શકે છે.

Next Photo Gallery