
આ IECC સંકુલ જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધામાં છે. તેની ગુણવત્તાના કારણે તેને વિશ્વના 10 સૌથી મોટા પ્રદર્શન અને સંમેલન સંકુલની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (ITPO)ની માલિકીની સાઇટના પુનર્વિકાસની જવાબદારી બાંધકામ કંપની NBCC (ઇન્ડિયા) લિમિટેડને આપવામાં આવી હતી.