ચંદ્રયાન-3 મિશનના સફળ પ્રક્ષેપણ પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ગગનયાન-1 મિશન માટે પણ તૈયારીઓ ઝડપી કરી દીધી છે, જે ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન હશે.
ઈસરોએ ગગનયાન મિશન માટે હાર્બર ટ્રાયલ શરૂ કરી છે.ભારતીય નૌકાદળ અને ISRO ટીમે 20 જુલાઈ, 2023 ના રોજ પૂર્વીય નેવલ કમાન્ડ, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે નિર્ધારિત જહાજ પર ક્રૂ મોડ્યુલની પુનઃપ્રાપ્તિ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
માસ એન્ડ સાઇઝ સિમ્યુલેટેડ ક્રૂ મોડ્યુલ મોકઅપ (CMRM) નો ઉપયોગ કરીને વિશાખાપટ્ટનમમાં ઇસ્ટર્ન નેવલ કમાન્ડ ખાતે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.
આ મોકઅપ ટ્રાયલ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ઘટક હતું, જે સુનિશ્ચિત કરે છે કે રિકવરી પ્રક્રિયાઓ ચોક્કસ પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે.
ટ્રાયલમાં વહાણના તૂતક પર ક્રૂ મોડ્યુલને ખેંચવા, સંભાળવા અને ઉપાડવાનો સમાવેશ થતો હતો.તમને જણાવી દઈએ કે, ગગનયાન મિશન 2024ના અંતમાં લોન્ચ થઈ શકે છે.
Published On - 7:23 am, Tue, 25 July 23