રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા લાંબા સમયથી તેમના સંબંધોના સમાચારને કારણે ચર્ચામાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
જો કે હવે તેમના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે રશ્મિકા અને વિજય બંને બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહ્યા છે અને આ કારણે બંને મુંબઈ શિફ્ટ થઈ ગયા છે.
અભિનેત્રી રશ્મિકા 'જહાં મિશન મજનૂ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જ્યારે વિજયે લાઈગર ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.
વિજય અને રશ્મિકાએ ગોવામાં એકસાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું, જ્યાં બંને સાથે ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા.