
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં સૂર્યપ્રકાશ પ્રવેશતો નથી, જો રૂમમાં હંમેશા અંધારું રહે છે અથવા જો બારીઓ હંમેશા બંધ હોય છે, તો આ પણ વાસ્તુ દોષને દર્શાવે છે. નેચરલ લાઇટ અને તાજી હવાને ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આ બે વસ્તુઓનો અભાવ હોય, તો તે તમારા જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધો લાવી શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં પાણીનું મહત્વ ખૂબ જ વધારે છે. નિષ્ણાતો કહે છે કે, તમારા ઘરમાં ખોટી દિશામાં પાણીની ડોલ, માછલીઘર અથવા વોટર પ્યોરિફાયર રાખવાથી આર્થિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તુ દોષોથી બચવા માટે, આ બધી વસ્તુઓ ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. નિષ્ણાતો એમ પણ કહે છે કે, દક્ષિણ-પશ્ચિમ કે દક્ષિણ દિશામાં પાણી રાખવાથી પણ વાસ્તુદોષ પેદા થઈ શકે છે.

વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, જો ઘરની દિવાલોમાં વારંવાર તિરાડો પડે છે અથવા રંગ ઊખડી જાય છે, તો આ ઈશારો પણ ઘરમાં વાસ્તુ દોષનો છે. બીજું કે, ક્યારેક ઘરમાં નબળી ઉર્જાને કારણે, તમારે આર્થિક અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.