શક્કર ટેટી મીઠી છે કે ફીકી ? કાપ્યા વગર જ પડી જશે ખબર, કામ લાગશે આ ટ્રિક

ઘણીવાર એવું બને છે કે ટેટી જે બહારથી એકદમ સુંદર અને મીઠી દેખાતી હોય છે તે અંદરથી એકદમ ફીકી અથવા તો મોરી છે. પરિણામે, લોકો ટેટી ખરીદતા પહેલા ઘણીવાર મૂંઝવણ અનુભવે છે, વિચારે છે કે તે ખરેખર મીઠી નીકળશે કે નહીં. પરંતુ હવે તમે આ ટ્રિકથી જાણી શકશો તેની મીઠાશ વિશે.

| Updated on: Mar 26, 2026 | 11:41 AM
1 / 6
ઉનાળાના મહિનાઓમાં, રસદાર ફળો શરીરને કુદરતી ઠંડક પ્રદાન કરે છે. આ તાજગી આપનારા, રસદાર ફળોમાં ટેટી પણ અગ્રણી સ્થાન ધરાવે છે.(ફોટો ક્રેડિટ-1mg)

2 / 6
શક્કર ટેટી ફક્ત શરીરને ઠંડુ રાખે છે તેના સાથે શરીરને હાઈડ્રેટેડ પણ રાખે છે. જો કે, ઘણીવાર એવું બને છે કે ટેટી જે બહારથી એકદમ સુંદર અને મીઠી દેખાતી હોય છે તે અંદરથી એકદમ ફીકી અથવા તો મોરી છે. પરિણામે, લોકો ટેટી ખરીદતા પહેલા ઘણીવાર મૂંઝવણ અનુભવે છે, વિચારે છે કે તે ખરેખર મીઠી નીકળશે કે નહીં. પરંતુ હવે તમે આ ટ્રિકથી જાણી શકશો તેની મીઠાશ વિશે. (ફોટો ક્રેડિટ-wikipedia)

3 / 6
1.ટેટીના બાહ્ય પડ પરની લાઈન પરથી: ટેટીની મીઠાશ તેની બાહ્ય સપાટી પર  દેખાતી પટ્ટીઓ કે લાઈન દ્વારા નક્કી કરી શકાય છે. આ લાઈનનું નજીકથી અવલોકન કરો. જો તમે આ લાઈન વચ્ચે લગભગ બે આંગળીઓની પહોળાઈ જેટલું અંતર જોવા મળે તો, તો તે સૂચવે છે કે ફળ સારી રીતે પાક્યું છે. આવી ટેટી સામાન્ય રીતે વધુ મીઠી અને રસાદાર હોય છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 6
2. હળવું દબાવી તપાસો: તમારા હાથ વડે ટેટીને થોડું દબાવીને પણ જોઈ શકો છો . જો આમ કરતા ટેટી દબાય કે પછી થોડી પોંચી લાગે તો, તે ફળ પાકેલું છે; જો કે વધારે પડતી નરમ લાગે, તો તેને ખરીદશો નહીં, કારણ કે તે અંદરથી બગડેલી હોઈ શકે છે. (ફોટો ક્રેડિટ-moneycontrol)

5 / 6
3. રંગ અને ટેટીની ઉપરની જાળીઓથી તપાસો: સપાટી પર એક અલગ જાળીદાર રચના અને આછો પીળો રંગ ધરાવતી ટેટી વધારે મીઠાશ વાળી હોય છે. તેનાથી વિપરીત, જે ટેટીનો રંગ વધારે પડતો લીલો કે સફેદ દેખાય છે તે કડક અને ફીકી હોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-canva)

6 / 6
4. સુગંધથી તપાસો: ટેટીની સુંગધથી પણ તમે જાણી શકો છો કે તે મીઠી કે છે ફીકી, ખાસ કરીને નીચેના છેડા પર ધ્યાન આપો. જો તમને હળવી, મીઠી સુગંધ લાગે, તો તમે ખાતરી કરી શકો છો કે ફળ ઉત્તમ ગુણવત્તાનું છે. વધુમાં, જો દાંડીનો છેડો થોડો નરમ લાગે તો તે એક સારો સંકેત છે; જો કે, જો તે કાળો દેખાય છે અથવા સડોના ચિહ્નો દર્શાવે છે, તો તેને ખરીદશો નહીં. (ફોટો ક્રેડિટ-canva)

Follow Us