તમે જે દૂધ પી રહ્યા છો તે અસલી છે કે ભેળસળવાળુ? આ ત્રણ સરળ ટિપ્સથી જાતે જ કરો ઓળખ

ભેળસેળયુક્ત દૂધના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. ભેળસેળયુક્ત પદાર્થો અંગે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, તમે ઘરે બેઠા જ જાણી શકો છો કે તમે જે દૂધ લીધું છે તે સાચું છે કે ભેળસેળવાળું. આવો, જાણીએ ભેળસેળયુક્ત દૂધ કેવી રીતે ઓળખવું?

| Updated on: Sep 29, 2024 | 12:20 PM
4 / 6
દૂધમાં પાણીની ભેળસેળ આ રીતે તપાસો : પોલિશ્ડ લીસી સપાટી પર દૂધનું એક ટીપું મુકો. જો દૂધ શુદ્ધ હશે, તો તે ટીપાના રુપમાં જ રહેશે પણ જો તેમાં પાણી ભેળવેલુ હશે તો તે સપાટી પર તરત જ ફેલાઈ જશે. પાણી સાથે મિશ્રિત દૂધ કોઈપણ નિશાન છોડ્યા વિના તરત જ વહી જશે.

5 / 6
દૂધમાં ડિટર્જન્ટની ભેળસેળ આ રીતે ચેક કરો: 5 થી 10 મિલી દૂધને નમૂના જેટલુ લો અને સમાન માત્રામાં પાણી ભેળવો અને તેને સારી રીતે હલાવો, જો ડિટરજન્ટ દૂધમાં ભેળવવામાં આવેલુ હશે તો તે જાડુ ફીણ બનાવશે. તે જ સમયે જો દૂધ શુદ્ધ  હશે તો ખૂબ જ પાતળુ ફીણનું સ્તર બનાવશે.

6 / 6
દૂધમાં સ્ટાર્ચની ભેળસેળ આ રીતે તપાસો : 5 મિલી પાણીમાં 2-3 મિલી દૂધ ઉકાળો. ઠંડુ થયા બાદ તેમાં આયોડિન ટિંકચરના 2-3 ટીપાં નાખો. જો દૂધમાં વાદળી રંગ બને છે તો તેનો અર્થ એ છે કે તેમાં સ્ટાર્ચ છે.