ઠંડીમાં રાતે સ્વેટર પહેરીને સૂતા હોવ તો ચેતી જજો ! થઈ શકે છે આ ગંભીર સમસ્યા
કેટલાક તો સવારથી લઈને રાતે સૂતા વખતે પણ સ્વેટર પહેરી રાખે છે ત્યારે ખરેખર સ્વેટર પહેરીને પહેરીને સૂવું આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર છે. આ સિઝનમાં આવી ભૂલ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કે રાતે સ્વેટર પહેરીને સૂવું કેટલુ ખતરનાક સાબીત થઈ શકે છે.
1 / 7
હાલમાં દેશમાં ભારે કાતીલ ઠંડી પડી રહી છે. શિયાળાની ઋતુમાં લોકો શરીરને ગરમ રાખવા માટે સ્વેટર,જેકેટ જેવા ગરમ કપડા પહેરે છે. જો કે કેટલાક તો સવારથી લઈને રાતે સૂતા વખતે પણ સ્વેટર પહેરી રાખે છે ત્યારે ખરેખર સ્વેટર પહેરીને પહેરીને સૂવું આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર છે. આ સિઝનમાં આવી ભૂલ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કે રાતે સ્વેટર પહેરીને સૂવું કેટલુ ખતરનાક સાબીત થઈ શકે છે.
2 / 7
રાત્રે સૂવા માટે આપણને આરામદાયક અને શાંત વાતાવરણની જરૂર હોય છે. જો આપણું શરીર કોઈપણ પ્રકારની મૂંઝવણમાં ફસાયેલું રહે છે, તો તે ઊંઘમાં અવરોધ પેદા કરશે. તેવી જ રીતે રાતે સૂતા વખતે શરીરને પણ આરામદાયક ઉંઘ જોઈએ છે અને એટલા જ માટે સૂતી વખતે ઢીલા કપડા પહેરવાનું કહેવામાં આવે છે. પણ શિયાળામાં ઠંડી એટલી હોય છે કે લોકો સૂતી વખતે પણ સ્વેટર પહેરી રાખે છે. જોકે તે તમારા શરીરને આરામદાયક સ્થિતિને ખલેલ પહોંચાડે છે. તેમજ જો તમે સ્વેટર પહેરીને સૂવો છો તો તમે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
3 / 7
રક્ત પરિભ્રમણ પર અસર : સ્વેટર મોટાભાગે ફીટ હોય છે અને જ્યારે તમે તેને પહેરીને સૂઈ જાવ છો તો તે વધુ ચુસ્ત થઈ જશે, હવે તેનાથી બ્લડ સર્ક્યુલેશન પર પણ અસર પડશે. તેના કારણે રક્ત પરિભ્રમણ અટકી જશે, તો વ્યક્તિએ સ્નાયુઓમાં જકડ અથવા તાણની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે કેટલાક લોકોને સવારે ઉઠ્યા પછી હાથ-પગ સુન્ન થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે
4 / 7
ગભરામણ કે શ્વાસ લેવામાં તકલીફ : શિયાળાની ઋતુમાં રક્તવાહિનીઓ સંકોચાય છે, જેના કારણે રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં જો તમે રાત્રે ઊની અથવા સ્વેટર જેવા ગરમ કપડા પહેરીને સૂઈ જાઓ છો તો તમને નર્વસનેસ, બેચેની, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવું કેટલાક લોકોને રાત્રે ઊંઘ દરમિયાન થાય છે, જે જીવલેણ બની શકે છે.
5 / 7
ત્વચાની એલર્જી : સ્વેટર શરીરનું તાપમાન વધારે છે. જો તમે રાત્રે સૂતી વખતે પણ સ્વેટર પહેરો છો, તો તેનાથી તમારી ત્વચામાં બળતરા, ખંજવાળ અથવા ફોલ્લીઓ થઈ શકે છે. ખાસ કરીને જે લોકો શુષ્ક ત્વચા ધરાવતા હોય તેઓ રાત્રે સ્વેટર પહેરીને સૂઈ જાય તો તેનાથી ત્વચાની એલર્જી થઈ શકે છે.
6 / 7
શરીરની વધુ પડતી ગરમી : શરીરના તાપમાનનું યોગ્ય સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાત્રે સ્વેટર પહેરીને સૂવાથી શરીરનું તાપમાન વધી શકે છે. અને તેનાથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે.
7 / 7
રાતે સૂતી વખતે આરામદાયક અને ખૂબ જ હળવા કપડાં પહેરવા જોઈએ. લૂઝ કપડાં આરામદાયક હોય છે જેના કારણે ઊંઘ વધુ આરામદાયક બને છે. તમે આ દરિયાન રજાઈ કે ધાબળો ઓઢી શકો છો પણ રાતે સૂતા સ્વેટર પહેરવાથી શરીરને
Published On - 11:26 am, Sat, 21 December 24