
ઈરફાનાએ દર મહિને 5000 નોકરીની બચત કરીને ઓફિસની રજામાં સેનેટરી પેડનું વિતરણ કરે છે. તે સેનેટરી પેડ અને અન્ય વસ્તુઓ સાથે કીટમાં બેબી ડાયપર પણ રાખે છે અને આ કીટને 'ઈવા સેફ્ટી ડોર' નામ આપ્યું છે.

શ્રીનગરના લગભગ 15 જાહેર શૌચાલયમાં તે આ કીટનું વિતરણ કરે છે, લોકડાઉન દરમિયાન જાહેર શૌચાલયો બંધ હતા ત્યારે ઈરફાનાએ શહેરની મહિલાઓને મફત સેનેટરી કીટનું વિતરણ કર્યું હતું. ઇરફાના દ્વારા ગરીબ મહિલાઓ માટે કરવામાં આવી રહેલા આ કાર્યની ખુબ પ્રશંસા થઇ રહી છે.