
આ ટુર પેકેજમાં જો તમે ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિને 15300 ભાડું ચુકવવું પડશે. કંફર્ટ ક્લાસમાં પ્રવાસ કરવા પર તમને પ્રતિ વ્યક્તિ 27200 રુપિયા ચુકવવા પડશે. જો તમે આ ટુર પેકજનો લાભ ડિલેક્સમાં લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 32,900 રુપિયા આપવા પડશે. (Photo : wikipedia)

આ ટૂર પેકેજમાં હરિદ્વારમાં હર કી પૌડી અને ગંગા ઘાટ પર પ્રવાસ કરાવવામાં આવશે. અમૃતસરમાં સુવર્ણ મંદિર, અટારી અને વાઘા બોર્ડરની મુલાકાત લેવામાં આવશે. પ્રવાસીઓ કટરામાં મા વૈષ્ણો દેવીના દર્શન કરશે અને મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની મુલાકાત લેશે. પ્રવાસીઓ આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરાવી શકે છે. (Photo : wikipedia)