IRCTC Tour Package : દક્ષિણ ભારતની મુલાકાત લેવાનો બનાવી રહ્યા છો પ્લાન, IRCTCનું સસ્તું ટુર પેકેજ આજે જ બુક કરો

|

May 28, 2023 | 4:56 PM

દક્ષિણ ભારતની મુલાકાત લેવા માટે IRCTC ટુર પેકેજ ખૂબ જ સુંદર છે. જો તમે ઉનાળામાં મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના આ ટૂર પેકેજનો લાભ લઈ શકો છો. તો ચાલો જાણીએ પેકેજ સંબંધિત મહત્વની માહિતી.

1 / 5
પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, IRCTC સમયાંતરે ટૂર પેકેજ લોન્ચ કરે છે. આ પેકેજો હેઠળ, તમને વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની તક મળે છે.   IRCTC તમારા માટે દક્ષિણ ભારતમાં ફરવા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટ્રેનનું ભાડું 15,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ, પેકેજ સંબંધિત મહત્વની વિગતો.(photo credit : windhourmil.live)

2 / 5
પેકેજનું નામ દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા,પેકેજનો સમય- 7 રાત અને 8 દિવસનો રહેશે. આ પેકેજ દ્વારા તમારે ટ્રેનથી મુસાફરી કરવાની રહેશે.  આ પેકેજ સાબરમતી, વડોદરા, પુણે, સોલાપુરથી શરુ થશે.( photo credit : theculturetrip.com)

3 / 5
આ પેકેજમાં તમને રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે. બે પ્રકારની હોટેલ્સ છે, નોર્મલ અથવા ડીલક્સ, જે તમે તમારી સુવિધા અનુસાર પસંદ કરી શકો છો.લંચ અને ડિનરની સુવિધા ઉપલબ્ધ રહેશે. ફરવા જવા માટે એસી બસની સુવિધા ઉપલબ્ધ થશે.તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા પણ મળશે.(photo credit :www.tamilnadutourism.tn.gov.in)

4 / 5
IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દક્ષિણ ભારતના સુંદર સ્થળોની મુલાકાત લેવા માંગતા હો, તો તમે IRCTCના આ અદ્ભુત ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.  આ પેકેજમાં તમે મદુરાઈ, કન્યાકુમારી, રામેશ્વર અને તિરુપતિ  જવાની તક મળશે.

5 / 5
જો તમે આ ટ્રિપમાં સ્લિપર કોચમાં મુસાફરી કરો છો, તો તમારે 15,900 રૂપિયા ચૂકવવા પડશે.જ્યારે 3AC માં રૂ. 27,500 પ્રતિ વ્યક્તિ ફી ભરવાની રહેશે.તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

Next Photo Gallery