આ ટુર પેકેજમાં સ્લીપર ક્લાસ માટે 17,700 રુપિયા પ્રતિ વ્યક્તિ રહેશે, તેમજ આ ટુર પેકજ માટેની ટિકિટ અલગ અલગ સ્ટાર્ડર પ્રમાણે રહેશે. આ ટુર પેકેજ કોલકત્તાથી શરુ થશે. ટ્રેન હરિદ્વાર,ઋષિકેશ, માતા વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, મથુરા, વૃંદાવન, આગરા અને અયોધ્યાથી થઈ 21 ઓગસ્ટે પરત કોલકત્તા આવશે. જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.