
જો તમે પણ ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છો છો, તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. IRCTC રામ ભક્તો માટે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.(Photo : www.irctctourism.com)

રામ ભક્તો માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લઈને આવ્યું છે. 'રામપથ યાત્રા' દ્વારા તમે ભગવાન રામ સાથે જોડાયેલા અનેક સ્થળો જેવા કે, અયોધ્યા , ચિત્રકુટ, નંદીગ્રામ, ભેડાધાટ, પ્રયાગરાજ, વારાણસી જવાની તક મળશે. (Photo : tripadvisor.in )

રામ ભક્તો માટે એક સારા સમાચાર છે સાથે આ ટુર પેકેજની ખાસ વાત એ છે કે, તમેને ભારત ગૌરવ ટ્રેનથી સફર કરવાની તક મળશે. જાણો આ ટુર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી.(Photo : www.tripadvisor)

આ ટુર પેકેજનું નામ Rampath Yatra By Bharat Gaurav Tourist Train છે, જે 13 જુલાઈથી શરુ થશે. આ પેકેજ 7 રાત્રિ અને 8 દિવસનું છે.પ્રસ્થાનનો સમય - 13 જુલાઈ 2023 છે.બોર્ડિંગ/ડીબોર્ડિંગ સ્ટેશન પુણે, લોનાવાલા,કલ્યાણ, મનમાડ, ચાલીસગાંવ અને ભુસવાલ સ્ટેશન છે. (Photo : holidayrider.com)

ભાડા વિશે વાત કરીએ તો તમને આ ટુર પેકેજમાં આ યાત્રાના ત્રણ ઓપ્શન ઈકોનોમી (સ્લીપર), કંફર્ટ (3AC)અને ડીલક્સ (2AC)નો ઓપશન મળશે. ઈકોનોમી માટે પ્રતિ વ્યક્તિ 12800 રુપિયા, કંફર્ટ માટે પ્રતિ વ્યક્તિ 22200 રુપિયા અને ડીલક્સમાં પ્રતિ વ્યક્તિ માટે 26500 રુપિયા ચુકવવા પડશે. (Photo : Wikipedia)