IRCTC: નેપાળના કાઠમંડુ અને પોખરા જવા માટે IRCTC લાવ્યું ટૂર પેકેજ, આટલું ભાડું ચૂકવવું પડશે
IRCTC Nepal Tour Package 2023 :જો તમે કોઈ સુંદર સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો. તો નેપાળ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. નેપાળમાં સ્થિત કાઠમંડુ અને પોખરા દર વર્ષે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. નેપાળ દેશ સુંદરતાનો ખજાનો છે.
1 / 5
આ પેકેજ હેઠળ, તમને નેપાળ અને પોખરાની મુલાકાત લેવાની તક મળી રહી છે. પ્રવાસ દરમિયાન તમારે ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. IRCTC તમારા ખાવા-પીવા અને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.
2 / 5
દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ હિમાલયના દેશની મુલાકાતે આવે છે. નેપાળને પ્રવાસન માટે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. નેપાળના કાઠમંડુમાં આવેલું પશુપતિનાથ મંદિર ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. (Photo : traveltriangle.com)
3 / 5
આ સિવાય નેપાળમાં હિમાલય પર્વતની તળેટીમાં ફેલાયેલું પોખરા ખૂબ જ સુંદર સ્થળ છે. આવી સ્થિતિમાં IRCTC તમારા માટે સુંદર નેપાળની મુલાકાત લેવા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ હેઠળ તમને નેપાળમાં કાઠમંડુ અને પોખરા જવાનો મોકો મળી રહ્યો છે. ( Photo : www.holidify.com)
4 / 5
આ IRCTC ટુર પેકેજનું નામ BEST OF NEPAL EX DELHI (NDO04) છે. આ ટૂર પેકેજ 20 ઓગસ્ટ, 2023ના રોજ દિલ્હીથી શરૂ થઈ રહ્યું છે.આ IRCTC ટુર પેકેજ કુલ 5 રાત અને 6 દિવસ માટે છે. આ ફ્લાઇટ ટૂર પેકેજ છે. જેમાં તમને ફ્લાઈટમાં મુસાફરી કરવાનો મોકો મળી રહ્યો છે. નેપાળમાં અન્ય સ્થળોએ, તમને બસ દ્વારા લઈ જવામાં આવશે. ( photo : wikipedia.org)
5 / 5
બીજી બાજુ જો તમે ભાડાની વાત કરીએ તો, જો તમે એકલા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો. તો તમારે 50,500 રૂપિયા ખર્ચવા પડશે. બે લોકો સાથે મુસાફરી કરવા માટે વ્યક્તિ દીઠ ભાડું 41,200 રૂપિયા છે. ત્રણ લોકો સાથે મુસાફરી કરવા માટે વ્યક્તિ દીઠ 40,900 રૂપિયા ખર્ચ થશે. આ પેકેજ તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ બુક કરાવી શકો છો.
Published On - 11:29 am, Sun, 2 July 23