
આ પેકેજમાં ત્રણ વ્યક્તિના એકસાથે રહેવાનો ખર્ચ વ્યક્તિ દીઠ રૂ. 39,050 થશે.બે વ્યક્તિઓ સાથે રહેવા માટે 41,100 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.એક વ્યક્તિ માટે 53,600 રૂપિયા ખર્ચવા પડશે. (Photo Credit : www.worldatlas.com )

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે મૈસૂર, ઉટી અને કુર્ગનો આકર્ષક નજારો જોવા માંગતા હોવ તો તમે IRCTCના આ અદ્ભુત ટૂર પેકેજનો લાભ લઈ શકો છો. તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. (Photo Credit tamilnadutourism.tn.gov )