
તમને જણાવી દઈએ કે, નવી દિલ્હી, મુંબઈ, પૂણે જેવા તમામ મોટા સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. તમે તમારી ટિકિટના PNR નંબરનો ઉપયોગ કરીને આ રૂમ બુક કરી શકો છો. તમે તમારી સુવિધા અનુસાર એસી અને નોન એસી રૂમ બુક કરી શકો છો. રિટાયરિંગ રૂમ તમને વહેલા તે પહેલાના ધોરણે મળશે. જો રિટાયરિંગ રૂમ ફુલ હશે તો તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં હશે અને રૂમ ખાલી થતાં જ તમારું બુકિંગ અપગ્રેડ કરવામાં આવશે.

આ રૂમ દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય સ્ટેશનો માટે રેલવે વેબસાઈટ પર બુક કરી શકાય છે. આ રૂમ બુક કરવા માટે તમારેwww.rr.irctctourism.com પર જવું પડશે. RAC ટિકિટ ધારકો ભારતીય રેલવેના રિટાયરિંગ રૂમમાં પણ રહી શકે છે