
જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમે એકલા પ્રવાસમાં જવા માંગો છો. તો તમારે 71,000 રુપિયા ચુકવવા પડશે. 2 લોકો માટે 49,900 પ્રતિ વ્યક્તિ ચુકવવાના રહેશે. ત્રણ લોકો માટે 46,800 આપવાના રહેશે.

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કચ્છના રણનો આકર્ષક નજારો જોવા માંગતા હોવ તો IRCTCના આ અદ્ભુત ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.

જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો તમે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ પેકેજ બુક કરી શકો છો.