1 / 8
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાને તેના નવા SSP મળ્યા છે. વાસ્તવમાં, IPS અધિકારી તનુ શ્રીને (IPS Tanu Shree) શોપિયા જિલ્લાના નવા SSP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તનુ શ્રીને એક નીડર અધિકારી તરીકે ઓળખવામાં આવે છે, જે તેમણે તેમની તાલીમના શરૂઆતના દિવસોમાં બતાવી દીધુ હતું, જ્યારે તેમણે હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી જુનૈદને પકડવા માટેના ઓપરેશનમાં ભાગ લીધો હતો. (ફોટો-ઈન્સ્ટાગ્રામ)