
રાહુલ તેવટિયાનું આઈપીએલ કરિયર 2014માં રાજસ્થાન રોયલ્સની સાથે શરુ કર્યું હતુ. 2022 સીઝન માટે હારજીમાં ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રાહુલ તેવટિયા કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સમાંથી પણ રમી ચૂક્યો છે. હાલમાં તે ગુજરાત ટાઈટન્સનો બેટ્સમેન બની ગયો છે. રાહુલે અનેક વખતે ટીમને જીત અપાવી છે. તે એક શાનદાર ફિનિશર છે.

જો આપણે રાહુલ તેવટિયાના આઈપીએલ વિશે વાત કરીએ તો, તે 2022થી ગુજરાતની ટીમનો ભાગ છે. તેમને ટાઈટન્સે 2022ના મેગા ઓક્શનમાં 9 કરોડની કિંમતમાં ખરીદ્યો હતો. 2024 આઈપીએલમાં ગુજરાતે તેવટિયાને રિટેન કર્યો છે.