
લિવિંગ્સ્ટન 16મી ઓવરમાં રાશિદ ખાનની બોલ પર બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. તેની ઇનિંગમાં લિવિંગસ્ટને 27 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ તેની સતત બીજી અડધી સદી હતી. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લિવિંગસ્ટને 32 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ બે ઇનિંગ્સની મદદથી તેણે 152 રન બનાવ્યા છે અને આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં તે બીજા સ્થાને આવી ગયો છે.(Photo: IPL/BCCI)