
દિલ્હી કેપિટલ્સ સોમવારે પુણે જવા રવાના થવાની હતી પરંતુ કોવિડના કેસને કારણે તે થઈ શક્યું નહીં. તમને જણાવી દઈએ કે 20 એપ્રિલે દિલ્હી કેપિટલ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે. ટીમ પુણે માટે ક્યારે રવાના થશે તે મહત્વનો પ્રશ્ન છે. આગામી થોડા કલાકોમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.(PC-PTI)

IPL 2022 માં, કોરોના સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત જો 12 સ્વસ્થ ખેલાડીઓ હોય તો ટીમ મેચ રમી શકે છે. આ માટે સાત ભારતીય ખેલાડીઓ હોવા જરૂરી છે. 12માંથી એક અવેજી ફિલ્ડર હોવો જોઈએ. નહિંતર, BCCI મેચ ફરીથી શેડ્યૂલ કરી શકે છે.